ઉંદરના બનાવેલા દરમાં એક પથારી,એ પથારીમાં મોઢું ઢાંકીને સૂતો રહેતો કાકીડો, અને એક ખૂણામાં દીવાલના ખાડામાં પડી રહેતી શરમાળ ગરોળી .
ઘણા વર્ષોથી બંને એક જ રૂમમાં રહે છે,એ બંનેના સંબંધ માટે ‘મૈત્રી’ શબ્દ બહુ નાનકડો લાગે…એ તો જેમ ઘડીયાળમાં નાના યંત્રો ચાલે અને સમય ઊભો રહે નહિ, તેમ એકબીજાની પાસે રહેવાથી એમને સમયની જરૂર રહેતી નહોતી.
સાંજ પડે એટલે ગરોળી બહાર આવે,દીવાલ પરથી ધીમે ધીમે ઊતરતી…કાકીડા સુધી આવતી.કાકીડો પણ બધું જાણતો હોય એમ,
“મને ખબર છે તું રોજ આવે છે ને મને જોઈને જતી રહે છો..”
**
એક વાર, જ્યારે વરસાદે દીવાલ ભીંજવી દીધી હતી અને ગરોળીનો ખાડો પાણીથી ભરાય ગયો,ત્યારે કાકીડા એ વગર પૂછ્યે આશરો આપી દીધો.
કોઈ દિવસ કોઈએ પૂછ્યું કે, “મિત્ર છે?”
કાકીડો હસ્યો.
“નહી… એ મારી રૂમસાથી છે.આ ઘરમાં અમે બંને સાથે રહીએ છીએ,અમારા બંને પાસે બોલવાનું ખાસ હોતું નથી, પણ છાંયો એક જ છે.”
**
એક સાંજ આવી, જ્યારે ગરોળી સામાન્યથી પણ ધીમી ચાલે….ખાડા સુધી માંડ પહોચી શકી.
એ દિવસ પછી,ગરોળી રોજ નહોતી આવતી.
પણ કાકીડો રોજ ખૂણા સામું જોઈને આખો દિવસ પથારીમાં બેઠો રહેતો.
⭕️દુનિયામાં અમુક મિત્રતા એવી હોય છે,જેમાં કબૂલાત હોય છે,હસ્તાક્ષર હોય છે,એક શાંતિભરી સહમતિ હોય છે.
🔴“એમણે કદી એકબીજાને ગુમાવ્યા ન્હોતા કારણ કે તે ક્યારેય સાથે રહ્યા ન્હોતા.”
