હું રોજ રોજ થોડો થોડો ઓગળી રહ્યો છું,
લોકો કહે હું બહુ શાંત થય ગયો છું.
હા, હું શાંત છું,
કેમ કે તમે સાંભળ્યુ નહોતું ત્યારે મેં બધું કહી દીધું છે.
મારી હાજરી થી વનરાય મ્હેકી ઉઠતી,
મારી હાજરી થી પશુ પક્ષીઓ ઉન્માદ માં આવી જતા,
જે અવાજ થી આખું જંગલ ગુંજી ઉઠતું.
એ અવાજ અંદર ગુંજી રહ્યો છે મારી,
એમ નથી કે હવે મન નથી,
દેખાડવુ નથી હવે,
અંદર કંઈક છે,જે ઊંડે ઊંડે બોલે છે.
સંભળાય તો સાંભળો…
⭕️“હું ખાલી ચૂપ છું ખાલી નહીં “.
બધું સંભળાય છે મને.
મંદીરનો ઘંટ, ઢોરની ઘંટડી, ઘરના બારણાની કુંડી… બધું.
પણ હવે કોઈ બોલાવતું નથી,
ને હું પણ, એ બાજુ જતો નથી.
લોકો પૂછે કેમ વાત નથી કરતા શાંત રહેવા લાગ્યા છો?
એમને ક્યાં ખબર કે મારી અંદર કેટલી વાર્તાઓ છે,ને એ હવે બહાર બોલી નથી શકાતી.
શાંતિ એ તકલીફથી થાકેલા માણસો માટેનો ઓટલો છે.
રોજ પાંખો જેવું કંઈક ઉડી જાય છે અંદરથી,
ને ખાલી જગ્યા રહી જાય છે.
પણ મજાની વાત એ છે કે એ ખાલીપણું ખાલી નથી હોતું.
એમાં કોઈ ખાસ પ્રકારની સુગંધ હોય છે
જૂની યાદોની, જૂની વાતોની, જૂના નામોની.
🔴રાત્રે ઘણીવાર જો ઊંઘ ન આવે, તો હું બોલાવું એ બધાને,ઘણી વખત આવી જાય છે.
⭕️“ને આખી રાત ભવાઈ નો વેશ ચાલે છે.”
