અરીસો

ઘરનાં અંદરથી જ તાળાં બંધ રહે, એ ઘરો શાંત હોય છે.પણ અંદર કેટલાંક દબાય ગયેલા શબ્દો હજી ઘૂમતાં હોય છે.

એવા જ એક મકાનની વાત છે આ,

એ ઘરમાં એક વૃદ્ધ સ્ત્રી રહેતી….ઝીણીબેન એનું નામ. ઉંમર કદાચ સિત્તેર કે તેથી વધારે.સાથમાં કોઈ નહિ,એકલી રહેતી. સંતાનો બધા પરદેશ.ફોન કરે,બધું રૂટીન જેવું.

ઘરમાં બધું એની જગ્યાએ સુ વ્યવસ્થિત હતું સિવાય એક“અરીસો”.

આ એક જ વસ્તુ આખો દિવસ ઝીણી બેનની સામે રહેતી અરીસાનું મોટું ચોકઠું. સાફ,ઝાંખું,જૂનું,પણ અજમાયેલું. એવું કે જેમાં પોતે પોતાને સ્પષ્ટ ભાવથી કંડારયા હોય.

**

ઝીણીબેન રોજ સવારે એના આગળ ઉભી રહે.માથું ઓળવે,વાળમાં તેલ નાખે,નાનો ટીકો કરે.થોડીવાર પોતાને ધ્યાનથી જુએ,આંખે આંખ.

પછી શબ્દ વગર ધીમેથી પૂછે:“હું હજુ બાકી છું ને?”

**

એકવાર બાજુવાળા ની નાનકડી દીકરી રમતી રમતી ઘરમાં આવી ગઈ.ઝીણીબેન ને અરીસા સામે ઉભેલા જોઈને પૂછ્યું,આ તમારી સામે કોણ છે?

ઝીણીબેન થોડું હસ્યા ને પછી બોલ્યા“એ મારી દોસ્ત છે.એ કયારેય નો બદલાય.રોજ સાંભળે છે.કદી પ્રશ્ન ન પૂછે.બસ હોય છે.”

**

એક સાંજ એમની તબિયત બગડી. બાજુમાં રાખેલું પાણી લેવા ગયા ત્યાં ઢોળાય ગયું,ફોન સુધી હાથ પહોચ્યો નહીં.

અરીસા ઉપર નજર ગય,ચહેરો થાકેલો હતો પણ અરીસો હજી કહેતો હતો “હજી હું છું ને.એમ ન સમજજે કે તું એકલી છે.”

એ રાત એમણે પોતાને જ હાથ પકડાવ્યો. અને સવારે ફરી અરીસા સામે જોઈને કહ્યું:“આજેય હું જીવી રહી છું.”

**

🔴પાડોશની સ્ત્રીઓ કહે: “ઝીણીબેન રોજ તૈયાર થાય છે,ક્યાં જાય છે એ?”

⭕️એ નથી જતી.એ પોતાની પાસે પાછી ફરે છે.

✅દુનિયામાં દોસ્ત હોય કે નહિ,

પણ જો તું રોજ અરીસામાં જોઈને પોતાને પૂછ “હું હજી છું ને?”

અને જવાબ મળે “હા ”

તો સમજી જજે, તારો સૌથી મોટો સાથી તું પોતે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top