કોઈ ચાલીને ગયો,કેટલી વાર.
કોઈ પાછો ફર્યો નહીં,કેટલી વાર.
ન્હાવાનું પાણી ઉકળતું રહ્યું રોજ,
જમવાની થાળી ગોઠવડાવી,કેટલીવાર
ધોયેલા કપડાં ફરી ધોતી રહી
ઊંઘ માંથી જગાડી,કેટલી વાર.
કેમ?
કોઈ માટે નહીં.
એણે કદી કહ્યું નહીં કે એ દુઃખી છે.
એણે કદી યાદ ન કરાવ્યું કે કોઈ ગયો છે.
એણે કદી માફી માગી નહીં,ને કોઈને માફ કર્યું નહીં.
⭕️એક વાર દરવાજો અંદરથી નહીં, બહારથી બંધ કરે છે
⭕️એક દિવસ પાણીમાં હળદર થી મીઠું વધારે નાખે છે
⭕️એક દિવસ કેલેન્ડરમાંથી આખો મહિનો ચીરી નાખે છે
🔴એ રીતે માણસ બદલાય છે. ચૂપચાપ.
કોઈ આવ્યો નહિ. કોઈ ગયું નહિ.
🔴એક દિવસ કોઈએ એની આંખોની અંદર જોવાનું છોડી દીધું,
એ દિવસે એ મરી ગઇ.
