પછવાડે એક જૂનું ઘર હતું.
આઘે,સમયના હાથોમાં ઢળી ગયેલું,તૂટી ગયેલું,દિવાલ પર લીલો કાદવ ચડેલો,અને છતમાંથી દર વર્ષે એકાદ કડકો પડી જતો.
પણ હવે એ ખંડેર કઈ નવાઈનું ન હતું ગામ માટે.એમાં કોય રહેતું ન્હોતું.ઘરનાઓએ પણ હમણાંથી અંદર જવાનું બંધ કર્યું છે.
એક છોકરી આવતી.
દર બપોરે.
સફેદ ફ્રોકમાં.ધોળું મોઢું,આંખો ઉજળી,હાથમાં નાની ખાલી બાસ્કેટ.પગ તીવ્ર અને નિશ્ચિત.
એ ભીતર જતી.
એની પાછળ એક પતંગિયું પણ આવતું.
પતંગિયું પીળા અને જાંબલી રંગનું.એના પર નાનાં ડાઘ હતાં,વર્ષોથી જાણતું હોય એમ ઘસાતું,ઘૂમતું પાસે આવતું,પણ છોકરી ખ્યાલ ન કરે.
છોકરી એક ખૂણે બેસી રહે. બાસ્કેટમાંથી નાની નાની ચીઝો કાઢે,કપડાનો નાનો ટૂકડો,માટલાનું ઢાંકણું,તૂટેલૂ બટન,અને એક વાળની ક્લિપ.
એ બધું પતંગિયાને બતાવે. પતંગિયું ધીરે ધીરે ઊંચે ઊડે. ક્યારેક છોકરીના માથા પાસે ફરકતું રહે.છોકરી હળવી વાત કરે,
“મને ખબર છે કે તું ઓળખે છો એમને …એમને કહેજે કે હજુય મને યાદ આવે છે.”
એમને કોને ?આવું કોઈ પૂછી લે,તો એકદમ શાંત થઈ જતી છોકરી,
ક્યારેક પતંગિયું બહાર જાય તો છોકરી એને પૂછી લે“તમે ફરી પાછા તો આવશોને?”
રાહ જોવે,
પતંગિયું પાછું આવે.જાણે કહેતું હોય “હું તને ક્યારેય છોડીને નહીં જાવ.”
**
એક દિવસ ખંડેરનો મોટો ભાગ પડી ગયો.છતની કાટમાળ ખસીને નીચે આવી પડી.ગામના લોકો દોડી આવ્યા.છોકરી ત્યાં નહોતી,પણ અંદર એક બાસ્કેટ પડી હતી ‘ખાલી’.
અને એક પતંગિયું ધૂળમાં ફરતું હતું… ઘૂમતું હતું … જાંબલી પડછાયાંમાં.
આજે પણ રોજ એ જગ્યા એ આવે છે. ’પતંગિયું‘
