
(પાત્ર: મધ્યવયની સ્ત્રી. ઘરના અંદરના ખૂણે બેઠેલી, પોતાના અંદર ગુમ થઈ ગઈ છે.)
ઘર આખું છે, બધું યથાવત છે. ફ્રિજમાં પાણી, ભીંત પર ઘડિયાળ,પણ આમ છતાં એવું લાગે કે ઘરમાં કંઈક ખૂટે છે.
હું રોજ કામમાં હાથ ધૂંપાવું છું,પણ લાગે છે — લાગણી ક્યાંક સૂકી રહી ગઈ છે.
એ બોલતો હતો ત્યારે બધું ખંખેરી લેતું,
હવે તો આખું ઘર મારી સાથે શાંતિથી રહે છે — પણ એ શાંતીનો અવાજ વધુ ચીસાચીસ કરે છે.
માણસ ક્યારેક એ માટે નહીં રડે કે કોઈ ગયો,ક્યારેક એ માટે પણ રડે છે કે એ હવે ક્યારેય પાછો નહિ આવે,
એટલે હવે રોજ રોજ —
હું એ રીતે જીઉં છું… જેમ જાણે કંઈ ન બન્યું હોય!
