
“એક દિવસ હું પણ ‘મા’ બનીશ.”એક જ વાત મનમાં હતી.
પત્ની થઈ ત્યારે પહેલી રાતે મેં એના શ્વાસોની વચ્ચે એક સપનાને શ્વાસ આપ્યો હતો.
પતિ મુકેશ એ બધું સાંભળતો હતો, પણ ક્યારેય કશું બોલતો ન હતો.
એ રોજ સવારે મને જોઈને હળવેથી હસતો.
પણ હું જાણતી હતી — એ પણ મારી સાથે, બાળકની રાહે ઊભો છે.
સમય ગયો.
માસ વીતી ગયા.
વારસાગત દુઃખ પેદા થતું હતું, છતાં મેં માને રાખ્યું હતું –
“એક દિવસ મારું શરીર ખૂલશે, અને નાનું જીવંત શરીર એની અંદરથી બહાર આવશે.”
લાડુ બનાવીને રાખતી — મારા અણજન્મેલા બાળક માટે.
નાનકડું વસ્ત્ર સીવીને રાખતી — જેને કદી કોઇ પહેરી ન શક્યું.
જ્યારે કોઈ મને પુછે “કેટલાં બાળકો?”
હું શાંતિથી ઊભી રહી જતી.
કેમ કે “ના” બોલવાનો પણ પોતાનો એક અવાજ હોય છે આ અવાજ કોઈએ કદી સાંભળ્યો નથી.
પછી એક વખત, મને લાગ્યું કે હું ગર્ભવતી છું.
મારું શરીર મારી સાથે વાતું કરવા લાગ્યું.
કોઈ અંદરથી ધબકતું હતું.
મુકેશ એ જોઈને કહેલું:
વજન વધવા માંડ્યું છે.મોં સૂજી ગયું છે તારું
પણ એ ભ્રમ હતો.
ડૉક્ટરે શાંત અવાજે કહ્યું:
શરીર આખું ખાલી છે, હવે આમાં કઈ નહિ પાકે.
એ દિવસે ઘરની બહારનો ઓટલો ખૂબ મોટો લાગ્યો.
ઘર બહુ ઊંડું લાગ્યું.
અને પતિ… એ ખૂબ દૂર.
મુકેશ એ દિવસ પછી બહુ ઓછી વાત કરતો.
એ રોજ સવારે નીકળી જાય, રાતે પાછો આવતો.
એક દિવસ,
શબ્દ વગર.
મૂંઢ,
શબ્દ વિનાનો વિદાય થયો.
કંઈ લખ્યું નહિ, બોલ્યું નહિ, સમજાવ્યું નહિ.
કેવી રીતે છૂટી ગયો,
શંકા નહિ, દુઃખ પણ નહિ.
કેવી રીતે કોઈ ચાલ્યા જાય અને ઘર એવું જ રહે?
હું હજી પણ જીવી રહી છું.
હવે લોકો કહે છે કે હું “ગાંડી” છું.
હું આજુબાજુ બધાને મારે બાળક તરીકે બોલાવી લઈ લઉં છું.
હું રોજ નાનકડા કપડા ધોઈને સુકવવા મુકી દઉં છું.
હું દરસાંજે ખાલી ઝૂલાને ધક્કો આપી બેસી રહું છું.
“હું બહુ વાત નથી કરતી હવે.
શબ્દોએ પણ મને છોડી દીધી છે.”
પણ હવે ભીતરમાં જાણે ખાલી ઘર બંધ છે,
અને દરવાજા પર કોઈ નથી —
કેવો અવાજ આવે જ્યાંથી?
⸻
અંત નહિ… કેમ કે આવા જીવંત શોકને મૃત્યુ પણ નથી આવતો.
