એ દિવસ પણ એવો જ હતો!
ઘરનો દરવાજો હંમેશાની જેમ બંધ હતો.
બહાર ઓટલાં ઉપર બેઠું હૃદય ધબકતું હતું.
અને ભીંતો શ્વાસ અંદર લઈ રહી હતી.
અંદરથી કોઈના બોલાયેલા શબ્દોના પડઘા બહાર સુધી સંભળાતા હતા એને!
***
એ દિવસે પણ માણસ રોજની જેમ બેઠો છે,પગ ઘૂંટણ પર મુકીને.
કોઇઈ બોલાચલી ન્હોતી થય,
ઘરમાં કઈ થયું ન્હોતું,
કોઈ કઇઈ બોલ્યુ નહોતું,
કોઈએ પોતાનું નાનુંએવું દુઃખ નહોતું વહેંચ્યું એની સાથે.
એ દિવસે એ શ્વાસ ભૂલ્યો હતો.
એ શ્વાસ ફરી પાછો ક્યારેય પાછો આવ્યો નહીં.
વિદાય લેતી વખતે પણ કોઈએ એને બોલાવ્યો નહીં.
ઘરના લોકો બોલ્યા:
આમ તો મજામા હતો એ,
થોડા દિવસથી વધારે શાંત રહેવા લાગ્યો તો,
થોડા દિવસથી બહુ ઓછું બોલતો હતો.
હસતો પણ નહોતો….
“એ બહુ પેલા મરી ગયો હતો….બસ ખબર હમણાં પડી.”
***
એ હવે ફોટામાં છે.
કાચથી મઢેલી ફોટો ફ્રેમમાં, એક હારની પાછળ, દીવાલ પર.
એની આંખો ખૂલી છે,
પણ હવે એ જોઈ શકતો નથી.
મોઢું હોવા છતાં બોલતો નથી.
મરણ પછી માણસ ને કેટલી શાંતિ હોય છે.
