હમણા હમણાં મને કોઈ પૂછતું નથી,
હા, વાત બધા કરે છે,
પૂછતું કોઈ નથી.
રોજ ખેતરે જાવ છું,રોજ પાછો આવું છું,
આખા દિવસમાં બે ધકા ખેતરે ખાવ છું.
ઘરમાં હવે બધું છે,
લાઇટ છે, ફ્રિઝ છે, મોબાઇલ છે.
પણ…
મારી પાસે આજે પણ એક લોઢાનું ગાંડું છે.
ગોબર છે,ઘાસ છે,પાણી છે.
હજીપણ ભૂખ્યો ઊંઘી જાવ છું ઘણીવાર,
ઘણીવખત હજીપણ પીઠ દુઃખે છે મને,
કોઈ પૂછતું કેમ નથી કે “આટલા વર્ષોથી તમે તડકો કેમ ખાવ છો?”
⭕️“મારે જીવવું છે… કેમ કે હજી મરવાનું મન નથી થતું”
⭕️ “જમીન મારી ભાષા છે,એના ઉપર હું મસ્તીથી ગીત ગાવ છું,એની ધૂળમાં હું રોજ ન્હાવ છું,એના ઉપર ખાવ છું,પીવ છું,ઓઢું છું હું એને… બહુ સારી રીતે સમજે છે ઇ મને.”
